Janakmuni Maharaj Saheb

Follow Us

Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

About Gurudev

જૂનાગઢ નજીકના નાનકડા ગામ પલાસવાને આમ કોઇ ખાસ જાણે નહીં. પણ આ ગામે વિશ્વને પૂજ્ય ગુરુદેવ શ્રી જનકમુનિ જેવું વિરાટ વ્યક્તિત્વ આપ્યું અને તવારીખમાં ગામ અતે ગુરુદેવનાં મહાન કામ, બેઉ અમર થઇ ગયાં!


ગુજરાતમાં, સ્થાવર તીર્થ એવા પવિત્ર ગિરનારના ખોળે જૂનાગઢ શહેર આવેલું છે. સોચો આશરે ચારેક કિલોમીટર દૂર છે નાનકડું ગામ પલાસવા. અનુભવી વ્યક્તિ ગામના નામનો અર્થ કરતાં કહે છે કે, પલાસ-એટલે ખાખરાના નાના છોડ. તેના ઉપરથી ઠંડો વા અર્થત્‌ પવન આવે તેથી તેનું નામ પલાસવા. તેની વસતિ હશે પાંચ હજારની.


આમ તો દેશનાં લાખો ગામડાંની જેમ પલાસવા પણ ગુમનામીમાં ખોવાયેલા એક નાનકડા ગામથી વિશેષ કાંઇ હોત નહીં. પણ વિક્રમ સંવત ૧૯૮૯ના શ્રાવણ સુદની અગિયારસ, બુધવારના દિવસે, ઇસવી સન ૧૯૩૩ના વર્ષમાં, પલાસવાની ભાગ્ય રેખા જ જાણે બદલાઇ ગઇ. આ એ શુભ દિવસ હતો જ્યારે ત્યાં જન્મ થયો જનકરાય પોપટલાલ દેસાઇનો. કદાચ જો આ નામથી ખ્યાલ આવતો ના હોય કે આ પૂજનીય વ્યક્તિ કોણ, તો જણાવી દઇએ: જનકભાઇ એટલે જ આગમ દિવાકર પૂજ્ય ગુરુદેવ શ્રી જનકમુનિ મહારાજ સાહેબ. એ જ આપણા જૈન સંત જેમણે ધર્મ અને માનવ સમાજની અપૂર્વ સેવા કરી, જૈન ધર્મનો ધ્વજ ફરફરતો રાખવા માટે અનેક ધર્મ આરાધના અને માનવસેવાનાં કાર્યો કર્યા અને ખરા અર્થમાં જૈનમ્‌ જયતિ શાસનમ્‌ના ભાવને ઉજાગર કર્યા.

જનક મુનિ મહારાજ

જૂનાગઢ સ્થાપનારા સ્વયં સૌરાષ્ટ્ર કેસરી. બીજી તરફ છે તેમનાં મહાન કાર્યોને ભવિષ્યમાં આગળ લઇ જનારા, પણ એ સમયે થોડી કુમારાવસ્થામાં અને થોડી જિજ્ઞાસાવૃત્તિમાં રાચનારા કુમાર જનક, વર્તમાનના, આગમ દિવાકર ગુરુદેવ પૂજ્ય શ્રી જનકમુનિ મહારાજ સાહેબ!

ગામેગામ વિહાર કરતાં સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ જૂનાગઢ પધાર્યા અને આખા શહેરમાં વાત પ્રસરી ગઇ, ““એ ચાલો, પૂજ્ય ગુરુદેવનાં દર્શન કરીને પાવન થઇએ.” અસંખ્ય ભક્તોની જેમ કુમાર જનકનાં પગલાં પણ પૂજ્ય ગુરુદેવની દિશાએ ચાલી પડ્યાં. જૈન પાઠશાળાએ નિયમિત જનારા કુમાર જનક પર પૂજ્ય ગુરુદેવની નજરો સ્થિર થઇ. તેમણે કુમાર જનકને પ્રેમાળભાવે પાસે બોલાવ્યો. અસાધારણ પ્રભાવશાળી પૂજ્ય ગુરુદેવના કુમાર જનકે ચરણસ્પર્શ કર્યા, ત્યાં પૂજ્ય ગુરુદેવે પૃચ્છા કરી, ““આશીવદિ છે દીકરા… શું નામ છે તારું ?” નાનકડી આંખોને અહીંતહીં ફેરવતાં કુમાર જનકે પ્રત્યુત્તર આપ્યો, 

“જનક… જનક… નામ છે મારું જનક”.
0
જન્મદિવસ વિ. સં.
0
વૈરાગ્ય વર્ષ
0
દીક્ષા સંવત

Gallery

Guruji's Quotes

જનક મુનિ મહારાજ

Dr Sumatilal Hemani

Mrs Sonal Rakesh Rupani

Shri Rakeshbhai Gyanchandbhai Rupani

Shri Rajiv Bhatt

Miss Mitali Rupani

Shri Dolan Benilal Kothari

Shri C P Dalal

Shri Bakul Rupani

Rushali Gala

Shri Suresh Sanghvi